“અ, બ, ક, ડ, ઈ,…”
મારા લેખ “વક્તા કે શ્રોતા”નાં અનુસંધાનમાં સવાલ મળ્યો કે, “બહુ વખતે મુદ્દાઓ માટેનો ક્રમાંક ‘અ, બ, ક, ડ, ઈ,…’ જોવા મળ્યો. એ ક્રમ ક્યાંથી આવ્યો?”
બહુ સરસ સવાલ! સરસ જિજ્ઞાસા! કોઈપણ વાતમાં ઊંડા ઊતરવાની ટેવ લાભદાયક જ હોય… વિચારશક્તિને ખીલવે, જ્ઞાનમાં વધારો જ થાય!
આ સવાલ મને બચપણમાં શાળામાં ભણતાં થયેલો જયારે વર્ગનાં નામ ‘ક, ખ, ગ, ઘ, ચ, છ,…’ હતાં અને પરીક્ષાનાં પ્રશ્નપત્રમાં આવું જોતો, ‘અ, બ, ક, ડ, ઈ,..’
આ પ્રથા ત્યારથી ચાલુ થઈ, જ્યારથી મૂળ અંગ્રેજી ભાષામાં તૈયાર થયેલા સરકારી આદેશો, કાયદાઓ અને દસ્તાવેજોને ભારતની પ્રાદેશિક ભાષામાં અનુવાદ કરવાની આવશ્યકતા પડી, ત્યારે ગુલામીભર્યું માનસ ધરાવતા રૂઢિચુસ્ત, વેદિયા અને ડરપોક અનુવાદકારો એને બદલી ન શક્યા… મોટે ભાગે પ્રથમ ભાષાંતર હિન્દીમાં થયેલું, પણ તેઓ એને સંખ્યાક્રમાંકમાં બદલી શકવાની હિંમત દાખવી ન શક્યા. ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓનો કક્કો સમાન નથી, એટલે હિન્દીમાં અક્ષરક્રમ આપીને મુશ્કેલી તો યથાવત જ રહી.
અંગ્રેજી કક્કા ‘A, B, C, D, E,…’ નું ગુજરાતી ભાષાંતર – ‘અ, બ, ક, ડ, ઈ,…’ – મેં કેમ વાપર્યું, એ મને ખબર નથી, બસ વપરાઈ ગયું…
ભારતની પ્રજાનું ગુલામીભર્યું માનસ!
No comments:
Post a Comment